યુજીસી 300 વિદ્યાર્થીઓને એમ્બેસેડર બનાવશે

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) હેઠળ ઉચ્ચ શિક્ષણમાં સુધારાને પ્રોત્સાહન આપવા માટે યુજીસીદેશભરમાં 300 વિદ્યાર્થીઓને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે. આ વિદ્યાર્થીઓને એનઇપી-સારથી કહેવામાં આવશે. યુજીસીચેરમેન પ્રો. એમ જગદેશ કુમારે કહ્યું છે કે, પંચે એનઇપીની જોગવાઇઓને અમલી કરવા માટે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને વધારવાનો નિર્ણય કર્યો છે. પંચે તમામ યૂનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજનાં કુલપતિઓ, નિર્દેશકો, અને પ્રિન્સિપાલોને ત્રણ ત્રણ વિદ્યાર્થીઓનાં નામ મોકલવા માટે કહ્યું છે. એનઇપી-સારથી એનઇપી હેઠળ ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં કરવામાં આવી રહેલી પહેલ પ્રત્યે જાગરુકતા ફેલાવશે.

સારથી બનવા માટે વિદ્યાર્થી રચનાત્મક રહે તે જરૂરી છે
ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કોઇ પણ સ્તરનાં વર્તમાન વિદ્યાર્થીને સામેલ કરવામાં આવી શકે છે. પસંદગી પામેલા વિદ્યાર્થી વ્યક્તિત્વની દ્રષ્ટિએ અસામાન્ય રહે તે જરૂરી છે. ઉપરાંત વાત રજૂ કરવામાં કુશળતાની સાથે વિદ્યાર્થી રચનાત્મક રહે તે જરૂરી છે. સંસ્થાઓ એનઇપી-સારથી માટે પ્રસ્તાવ જૂનની છેલ્લી તારીખ સુધી મોકલી શકશે. જુલાઇમાં 300 એનઇપી-સારથીનાં નામોની જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *