નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટની પરીક્ષાની વિષયવાર શિડ્યુલ જાહેર કરી દીધો છે. યુજીસી નેટની પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન બે-બે શિફ્ટમાં સીબીટી મોડમાં લેવાશે. પહેલી શિફ્ટ સવારે 9થી 12 કલાક દરમિયાન હશે અને બીજી શિફ્ટ બપોરે 3થી સાંજે 6 કલાક દરમિયાન લેવાશે. વિષયવાર ટાઈમટેબલ પ્રમાણે અંગ્રેજીનું પેપર 21મી ઓગસ્ટે પહેલી અને બીજી શિફ્ટમાં લેવાશે જ્યારે હિન્દીનું પેપર 26મીએ બે શિફ્ટમાં લેવાશે. ઈતિહાસનું પેપર 29મીએ બંને શિફ્ટમાં લેવામાં આવશે. રાજનીતિ વિજ્ઞાન 4 સપ્ટેમ્બરે બે શિફ્ટમાં લેવાશે. 22મીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 23 ઓગસ્ટે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન, 26મીએ ફિલોસોફીનું પેપર લેવાશે. એનટીએ દ્વારા જણાવાયું છે કે પરીક્ષા સિટીની માહિતી પરીક્ષાના 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, યુજીસી નેટની પરીક્ષાનું આયોજન અગાઉ 18 જૂને કરાયું હતું પરંતુ પેપર લીક થવાની શંકાના આધારે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રાજકોટ સહિત દેશભરમાં કોલેજોમાં પ્રોફેસર બનવા માટે જરૂરી યુજીસી નેટની પરીક્ષા લેવાશે.