યુજીસી નેટની પરીક્ષાનો આજથી પ્રારંભ 85 વિષયની કસોટી બે શિફ્ટમાં લેવાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા 3થી 16 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે. યુજીસી નેટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર પરીક્ષા તમામ 85 વિષય માટે કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. એનટીએ દ્વારા યુજીસી નેટની પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ જાહેર કરી દીધા છે જે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પરથી ડાઉનલોડ કરી શકે છે. યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બનવા માટે પણ આ પરીક્ષા પાસ થવી જરૂરી હોય છે.

યુજીસી નેટ એ નેશનલ લેવલની એક્ઝામ છે જેના માધ્યમથી ઉમેદવારો કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) મેળવી શકે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત દેશભરના રાજ્યોમાંથી અધ્યાપક બનવા ઈચ્છુક ઉમેદવારો આ યુજીસી નીટ આપવા માટે ઉત્સુક હોય છે.

આ વખતની NET પરીક્ષામાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. આ પ્રથમ એવું બનશે જ્યારે સ્નાતકો નેટની પરીક્ષા આપશે. પરીક્ષા પાસ કર્યા પછી, તે પીએચડી અને ફેલોશિપ માટે પાત્ર બનશે. હવે દેશમાં પીએચ.ડી. પાત્રતા માટે નેટ સ્કોર્સ પણ સ્વીકારવામાં આવ્યા છે.

આજે એજ્યુકેશન-અર્થશાસ્ત્ર, બિઝનેસ ઇકોનોમિક્સનું પેપર લેવાશે યુજીસી નેટની પરીક્ષામાં આજે 3 જાન્યુઆરીએ જુદા જુદા વિષયની પરીક્ષા લેવાશે જેમાં જાહેર વહીવટ, શિક્ષણ, અર્થશાસ્ત્ર, ગ્રામીણ અર્થશાસ્ત્ર, વસ્તી વિષયક, વિકાસ આયોજન, વિકાસ અભ્યાસ, અર્થમેટ્રિક્સ, એપ્લાઇડ ઇકોનોમિક્સ, ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ, બિઝનેસ ઇકોનોમિક્સના વિષયનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *