યુક્રેનનો પુતિનના ઘર પર 91 ડ્રોનથી હુમલો

રશિયાએ સોમવારે આરોપ લગાવ્યો કે યુક્રેને નોવગોરોડમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સરકારી આવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના જણાવ્યા અનુસાર, યુક્રેને 28 અને 29 ડિસેમ્બરની રાત્રે 91 ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. લવરોવે ચેતવણી આપી હતી કે હુમલાનો જવાબ આપવામાં આવશે. તેમણે આ હુમલાને આતંકવાદ ગણાવ્યો હતો.

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ આરોપને સંપૂર્ણપણે ખોટો અને મનઘડંત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રશિયા અમારા પર હુમલો કરવાનું બહાનું શોધી રહ્યું છે. તેનો હેતુ કિવમાં સરકારી ઇમારતો પર હુમલો કરવાનો છે.

જોકે, હુમલા સમયે પુતિન નોવગોરોડ સ્થિત ઘરે હતા કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. રશિયા દ્વારા હાલમાં હુમલાનો કોઈ વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *