મ્યુ. કમિશનરે વિકાસકામોની સમીક્ષા કરી

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે મનપા હસ્તકના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. જેમાં માધાપર રોડ, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલનગરમાં નવું બની રહેલ આરોગ્ય કેન્દ્ર, પોપટપરાનું નાલુ અને જ્યુબિલી ખાતેના અરવિંદભાઈ મણિયાર હોલનો પ્રોગ્રેસ રિપોર્ટ ચકાસ્યો હતો. જ્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ વોર્ડ નંબર-18 માં કોઠારીયા રોડ પર આવેલ વિસ્તારમાં ટીપરવાનની અનિયમિતતા બદલ એજન્સીને રૂ.4000 નો દંડ કરાયો હતો તો વેસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ વોર્ડ નં.11માં આવેલ વામ્બે આવાસ યોજના પાસેનો ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવા સૂચના અપાઈ હતી.

મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ દરમિયાન રીયાલીટી પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે ત્યારે આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમા ચાલુ વિવિધ પ્રોજેક્ટની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી સ્થળ પર જઈને રીયાલીટી રિપોર્ટ મેળવ્યો હતો. આ ઉપરાંત ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહીને શહેરની સ્વચ્છતા, નિયમિત સફાઈ કામગીરી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ન્યુસન્સ પોઈન્ટની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. મ્યુનિસિપલ કમિશનર સુમેરાએ શહેરની ફેરણી દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં માધાપર રોડ, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલનગરમાં નવું બની રહેલ આરોગ્ય કેન્દ્ર, પોપટપરાનું નાલુ અને જ્યુબિલી ખાતેના અરવિંદભાઈ મણિયાર હોલની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *