મોસ્કોમાં મુંબઈ જેવો આતંકવાદી હુમલો, 115નાં મોત

રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોકસ સિટી હોલ પર થયેલા આતંકવાદી હુમલામાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 4 હુમલાખોર છે અને 7 લોકો તેમની મદદ કરતા હોવાનું કહેવાય છે. આરટી ઈન્ડિયાના અહેવાલ મુજબ, રશિયાની સુરક્ષા સેવાના ચીફે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું છે કે ચાર શંકાસ્પદ એક સફેદ કારમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ હુમલો શુક્રવારે રાત્રે (22 માર્ચ) થયો હતો. આની જવાબદારી ISISએ લીધી છે. મિલિટરી ડ્રેસથી સજ્જ ચાર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, બોમ્બ ફેંક્યા અને ભાગી ગયા. અગાઉ આતંકવાદીઓની સંખ્યા 5 જણાવવામાં આવી હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત થયા છે. આંકડો વધવાની ધારણા છે. જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે.

અહીં રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું છે કે રશિયા લોહીનો બદલો લોહીથી લેશે. આતંકવાદીઓ આતંકની ભાષા જ સમજે છે. જ્યાં સુધી બળ સાથે મળીને આતંકવાદીઓ અને તેમના પરિવારો સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ તપાસનો કોઈ અર્થ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *