ગોંડલ શહેર અને તાલુકો રાજવી કાળથી જ સુખી સંપન્ન છેપ તેવામાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારની વાતો તો અલગ જ કહી શકાય. આજની તારીખે ગોંડલ તાલુકાનું મોવિયા ગામ 17,000 ની વસ્તી ધરાવતું ગામ છે. 90 ટકા પાકી સડકો,ભૂગર્ભ ગટરો, એકાંતર 45 મિનિટ પીવાનું પાણી અહીં ઉપલબ્ધ છે. નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા 75 ટકા કામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે. ગામમાં ચાર જેટલી સરકારી શાળા આવેલી છે જ્યાં 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મોવિયા ગામની મુખ્ય બજારમાં શહેરની માફક દરેક ચીજ વસ્તુ ઉપલબ્ધ થઈ રહે છે ખાણીપીણીની વાત તો અલગ જ છે. આ ઉપરાંત ગામોમાં ત્રણ ખાનગી શાળાઓ આવેલી છે જે શહેરની શાળાઓની ટક્કર આપી રહી છે અને 1500 થી પણ વધારે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે કોલેજ પણ ઉપલબ્ધ છે. મોવિયા ગામમાં હરદતપરી બાપુનું મંદિર આવેલું છે અને દેશ-વિદેશમાંથી ભાવિકો દર્શને આવતા હોય છે સોમવારે તો લોકો પગપાળા ચાલીને દર્શને આવે છે આ ઉપરાંત અહીં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કૃષ્ણ પ્રણામી મંદિર અને વૈષ્ણવ સંપ્રદાયની હવેલી પણ છે તેથી ગામની ધાર્મિક ઉર્જા પણ અનન્ય દેખાઈ આવે છે
દર શનિવારે સદગુરુ ધુન મંડળ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત જૂન મંડળ દ્વારા લાડુ બનાવી ત્રણ કિમી ના અંતરમાં ફરતા સ્વનોને પણ ભોજન કરાવવામાં આવે છે
ગ્રામ પંચાયત અને સદગુરુ ધુન મંડળ દ્વારા ગામમાં આવેલા 3000 ઘર ઉપર એકસરખી નંબર પ્લેટ લગાવવામાં આવી છે જે શહેરી ગલીઓમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની જાય છે.