મોરબી રોડ પર સૌથી વધુ મિલકતનું વેચાણ

રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં 12,191 મિલકતનું વેચાણ થયું છે. તેના દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન સબ રજિસ્ટ્રાર કચેરીમાં થતા સરકારની તિજોરીમાં રૂ.75 કરોડ 57 લાખ ઠલવાયા છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ મોરબી રોડ 1419 પર અને સૌથી ઓછી મિલકતોનું વેચાણ મવા વિસ્તારમાં 650 મિલકતના વેચાણની નોંધણીથઇ છે.

આ ઉપરાંત રૈયા રોડ વિસ્તારમાં 1060, રાજકોટના મવડી વિસ્તારમાં 1310 મિલકતના દસ્તાવેજની નોંધણી થઇ છે.જ્યારેગોંડલ તાલુકામાં 1062, પડધરીમાં 199, જામકંડોરણામાં 99, ઉપલેટામાં 422, જસદણમાં 450, લોધિકામાં 699, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 617, ધોરાજીમાં 342, કોટડાસાંગાણીમાં 463, તેમજ રાજકોટના કોઠારિયામાં 844, વીંછિયામાં 46, રાજકોટ-1 માં 800 અને જેતપુરમાં 662 મિલકત અને રાજકોટ શહેરમાં વિસ્તાર-3 માં 1007 મિલકત વેચાણના દસ્તાવેજની નોંધણી થઈ છે. આમ રાજકોટ શહેર અને જિલ્લામાં 12191 મિલકતનું વેચાણ થયું છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થતાં રાજ્ય સરકારને આ દસ્તાવેજોની ફી અને યૂઝ ડ્યૂટી પેટે સરકારને કુલ રૂ.755767454 ની આવક થવા પામી છે. જોકે જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં વધુ મિલકત વેચાઈ છે. જાન્યુઆરી 2025માં 13,782 મિલકતનું વેચાણ થયું છે. આમ, ફેબ્રુઆરીની સરખામણીએ દસ્તાવેજની નોંધણીમાં 1389નો ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *