રાજકોટ-મોરબી રોડ પર આવેલ શ્રીવાટિકા સોસાયટીમાં રહેતા કારખાનેદાર રાજેશભાઈ નરોતમભાઈ જાજલ (ઉં.વ.66) ગઈકાલે રાત્રિના 9.30 વાગ્યા આસપાસ રાજેશભાઈ અને તેમના પત્ની એક્ટિવા લઈને પોતાના કારખાનેથી પોતાનાં ઘરે જતાં હતા. ત્યારે મોરબી રોડ પર રાધામીરા સોસાયટી પાસે પહોંચતા સામેથી રોડ પર આવેલ બાઈક ચાલકે ટક્કર મારતાં અક્સ્માત થયો હતો. બાદમાં દંપતીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં રાજેશભાઈની સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. જ્યારે તેમની પત્નીને સામાન્ય ઈજા થયેલ હોય જેથી સારવારમાં સારું જણાતાં તબીબે રજા આપી હતી. મૃત રાજેશભાઈને સંત કબીર રોડ પર બંગડીનું કારખાનું છે. ગઈકાલે કારખાનેથી ઘરે પરત આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. મૃતક બે ભાઈ અને છ બહેનમાં નાનાં હતાં. તેમજ તેઓને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતાં જરૂરી કાર્યવાહી કરી અક્સ્માત કરી નાસી જનાર બાઈકચાલક સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરવામાં આવી છે.