નવા નાણાકીય વર્ષમાં બદલીના દોર બાદ હવે સીજીએસટી દ્વારા કરચોરો પર ફરી દરોડાનો દોર શરૂ કરાયો છે અને તેના ભાગરૂપે શાપર-વેરાવળ અને મોરબીના લેમિનેટસના 3 ઉત્પાદકને ત્યાં દરોડા પાડી રૂ.50 લાખથી વધુની ટેક્સચોરી ઝડપી લેવામાં આવી છે.
રાજકોટમાં સીજીએસટી વિભાગની ટીમે લેમિનેટસના બે ઉત્પાદકને ત્યાં તપાસમાં કરચોરીને લગતું હિસાબી સાહિત્ય મળી આવ્યું છે. સીજીએસટીની ટીમે હિસાબી સાહિત્ય કબજે કર્યું હતું અને પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ.50 લાખથી વધુની ટેક્સચોરી બહાર આવી છે. આ ઉપરાંત મોરબીમાં બેલ્સ લેમિનેટસ, બાથરૂમ અને સેનિટરીવેરના ઉત્પાદકને ત્યાં પણ ડીજીઆઇની ટીમ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરી હિસાબી સાહિત્ય કબજે કર્યું છે.