મોરબીમાં પાડા પુલ નજીક શિવમણી મંદિર પાસે પુલ નીચેથી એક યુવાન મંગળવારના રોજ કપાળે ઇજા થયેલી હાલતમાં મળી આવતાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં વહેલી સવારે મૃત્યુ થયું હતું.
યુવાન સારવારમાં અગાઉ દાખલ કરાયો ત્યારે તે થોડો ભાનમાં હોઇ પોતાનું નામ અમન ચતુર્વેદી(ઉ.વ.29) કહ્યું હતું. સારવારમાં દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝનમાં જાણ કરતાં એએસઆઈ એસ.એમ.કામોયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતકને અકસ્માતમાં ઈજા થયાનું ખુલ્યું છે.