રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારીયામાં રહેતાં મૂળ બિહારના છાત્ર ચંદન દિનેશપ્રસાદ શાહ (ઉ.વ.23)ના હાથમાંથી રૂ.36 હજારનો મોબાઈલની ચિલઝડપ કરનાર કિશોર સહિત બે આરોપીને આજી ડેમ પોલીસે કોઠારીયા ગામથી આગળ પાણીના ટાંકા પાસેથી ઝડપી પાડ્યા છે જેની પાસેથી પોલીસે સાત ફોન ઉપરાંત બાઈક મળી રૂ.1.39 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત આપી હતી કે, ત્રણ માસ દરમિયાન મવડી મેઈન રોડ પર, આનંદ બંગલા ચોકમાં મેંગો માર્કેટમાંથી બે, ગોંડલ રોડ પરથી, હુડકો ચોકડીના પુલ પર અને માલધારી ફાટક પાસેથી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન ચોરી કર્યા હતા.
અન્ય બનાવમા બાબરીયા કોલોનીમાં રહેતાં સુધીર ઘનશ્યામભાઈ ટાંક (ઉ.વ.32) નામના યુવાને આજે સવારે રૂડા બિલ્ડીંગ નજીક એ.બી.સી.કવાર્ટર પાસે કોઈ કારણોસર વંદા મારવાનો પાવડર પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર સુધીર લાદી કામ કરતો હોવાનું અને કોઈ ટેન્શનના કારણે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.