દેશમાં જેનરિક દવાઓનાં ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર કડકાઈ દાખવી રહી છે. સરકારે સોમવારે આદેશ આપ્યો છે કે તમામ ડોક્ટર્સે જેનરિક દવાઓ લખવાની રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જો ડોક્ટર પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ નહીં લખે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
‘ડોક્ટરોની તરફથી બ્રાંડેડ દવાઓ લખાય છે’
સ્વાસ્થ્ય સેવા ડાયરેક્ટર જનરલે આદેશ આપતાં ચેતવણી આપી હતી કે જે કોઈપણ ડોક્ટર પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓને શામેલ નહીં કરે તેમની સામે એક્શન લેવામાં આવી શકે છે. આદેશમાં કહેવાયું છે કે કેટલાક ડોક્ટરોની તરફથી બ્રાંડેડ દવાઓ લખવામાં આવી રહી છે જે યોગ્ય નથી.
‘આ આદેશનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ’
મીડિયાનાં રિપોર્ટ અનુસાર આ આદેશ અંતર્ગત મેડિકલ રિપ્રેસન્ટેટિવે ડોક્ટરોને મળવાનું રહેશે. ડો. અતુલ ગોયલે પોતાના નોટિસમાં ડોક્ટરોને આ વાતની જાણકારી આપી છે કે કોઈપણ પ્રકારે પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ જ લખવી. તેમણે આદેશ આપ્યો છે કે ઘણાં મામલાઓમાં કમિટીએ જાણ્યું છે કે અનેક ડોક્ટર્સ પોતાની પર્ચીમાં જેનરિક દવાઓનાં નામ નથી લખી રહ્યાં. તેવામાં એ જરૂરી છે કે આ આદેશનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને પ્રિસ્ક્રિપ્શન પર માત્ર જેનરિક દવાઓ જ લખવામાં આવે.