મોટી પાનેલીમાં અસામાજિક તત્ત્વો દ્વારા વૃક્ષને સૂકવી નિકંદન કાઢવાનું કારસ્તાન

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ વિસ્તારમાં હાલમાં જ સદભાવના વૃધ્ધાશ્રમ સંચાલિત વૃક્ષારોપણ દ્વારા પાનેલી મોટીના ગ્રામજનોએ આશરે ૨૦૦૦ જેટલા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ પાનેલી મોટીની સાન સમાન વર્ષો જુના લીમડાના ઝાડ સાથે અસામાજિક તત્વોએ ચેડાં કરી સુકવી નાખવાનું કારસ્તાન હાથ ધરવામાં આવ્યું છે.

આ વર્ષો જુના લીમડાના ઝાડમાં અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લીમડાની ફરતી છાલ ઉતારી લેવામાં આવી છે અને સત્યે થડના ભાગમાં પણ આગ લગાવાઈ હોવાનું સામે આવ્યું છે જેથી લીમડાને મળતું પોષણ બંધ થઈ જાય અને લીમડો આપ મેળે શુકાઈ જાય આ માહિતી ગ્રામ જનોમાં ફેલાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

મોટી પાનેલી ગ્રામ પંચાયતની કામગીરીથી સમગ્ર ગ્રામજનો ખૂબ નારાજ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું ઘર ભરી રહ્યા હોય અને ગામની સમસ્યાને પ્રાધાન્ય નહીં આપીને પોતાની સગવડ ઊભી કરી રહ્યા હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે તો કે મોટી પાનેલી ગામમાં સમસ્યાના દિવસેને દિવસે શિખરો ઊભા થઈ રહ્યા છે જેમાં પાણીની બાબતમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે તો બીજી તરફ સફાઈમાં પણ અંધાધુધ પરિસ્થિતી તેમજ હાજરી તેમજ અગાડો ચૂકવવામાં આવી રહ્યા હોવાના પણ સાક્ષાત કરવામાં આવી રહ્યા છે તો કે આ મામલે હવે શું થાય છે તે તો આવતા દિવસોની અંદર જ ખ્યાલ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *