રાજકોટ જામનગર હાઈવે પર મોટા રામપર ગામે ગૌશાળા પાસે અકસ્માતને નોતરે તેવા મહાકાય ખાડા પડ્યા છે. વારંવાર આ જ જગ્યા પર ખાડા પડે છે, રજૂઆત કરાય ત્યારે તંત્ર કાચુ મટીરીયલ નાખીને જતા રહે છે અને ૨- ૩ દિવસ થાય ત્યાં રોડની હાલત હતી તેનાથી પણ ખરાબ થઈ જાય છે.
એક બાજુ ટોલ ટેક્સમાં વધારો થતો રહે છે તે છતાંય સામે રોડ રસ્તા સારા બનાવવામાં કે સમારકામ કરવામાં કચાસ રાખી દેવામા આવી રહી છ રાત્રિના સમય દરમ્યાન કોઈ નાના કે મોટા વાહન ત્યાંથી પસાર થાય અને જો સાવધાની ન રાખે તો અકસ્માત સર્જાય શકે છે.
એક તરફ સરકાર હેલ્મેટ નો કાયદો કડક કરી રહી છે તો બીજી તરફ રોડ રસ્તા ખરાબ છે. આમાં વાહન ચાલકો જાય ક્યાં? વાહન ચાલકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સરકાર ટેક્ષ શા માટે લે છે? જો રોડ રસ્તા સારા બનાવવા ન હોય કે સમારકામ ન કરવા હોય તો ટોલટેક્સ બંધ કરી દો.
વાહન ચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આવા મહાકાય ખાડાના લીધે વાહનોમાં તો નુકસાન થાય જ છે, તેમજ હાડકાના મણકા નોખા પડી જાય તેવા મોટા ખાડા દેખાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.