મોટામવામાં બાલાજી ડેકોરેશનના ગોડાઉનમાં રહેતા અને ડેકોરેશનનો ધંધો કરતા ચાંદનીબેન વિનોદભાઇ રાઠોડ તા.3ના રોજ કંકોતરી પાર્ટી પ્લોટમાં ડેકોરેશનનું કામ ચાલતું હોય તેને ત્યાં ગોડાઉનમાં કામ કરતા રાજ પરમાર, રોનક વઘેરા, અશ્વિન વઘેરા કામ પર ગયા હતા અને રાત્રીના ત્યારબાદ ચાંદનીબેન કામ કરી ગોડાઉન પર આવી ઓશીકા નીચે તેનો એક લાખની કિંમતનો સોનાનો હાર રાખી સૂઇ ગયા હતા.
દરમિયાન સવારે જાગીને ચાંદનીબેને આશીકા નીચે રાખેલ હાર જોવા નહીં મળતા તેની શોધખોળ કરી હતી બાદમાં તપાસ કરતા રાત્રે આવેલ કારીગર પૈકીનો રાજ પરમાર અહીંથી કામે જવાનું કહી નીકળ્યા બાદ કામ પર ગયો ન હોય તેને ફોન કરતા ફોન રિસીવ કરતો ન હોય તપાસ કરતા અન્ય કારીગર અશ્વિને કહ્યું કે, રાત્રીના ઓશીકા નીચેથી કોઇ વસ્તુ લઇ તે ખિસ્સામાં નાખતો હોવાનું બહાર આવતા ચાંદનીબેને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.