મૈત્રી કરારથી સાથે રહેતી વૃદ્ધાની હત્યા કરી વૃદ્ધનું પોલીસ મથકમાં આત્મસમર્પણ

શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના બની છે. કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશિપમાં રહેતાં રિક્ષાચાલક વૃદ્ધે પોતાની જ પત્નીની ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધા બાદ સામેથી જ પોલીસ સ્ટેશનમાં જઈ સરેન્ડર કરી ગુનો સ્વીકારી લીધો હતો.

બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈ હાજર અધિકારીને કહ્યું કે, “સાહેબ મેં મારા પત્નીને મારી નાખ્યા છે’. આ સાંભળ્યા બાદ થોડા સમય માટે તો પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. વધુમાં તેણે જણાવ્યું કે, આઠેક માસથી મારી પત્ની માનસિક બીમારીનો ભોગ બનેલા હતા.

ઘણી સારવાર બાદ પણ સારું ન થતું હોઇ સતત હેરાનગતિ કરતાં કંટાળીને તેને પીડામાંથી કાયમી છુટકારો આપી દેવા તેની હત્યા કરી નાંખ્યાનું વૃદ્ધે રટણ કર્યું હતું. જોકે બીજી બાજુ મૃતક વૃદ્ધાના બહેનના કહેવા મુજબ, તેમની બહેન માનસિક બીમાર હતી જ નહીં. તેમનો બનેવી જ તેની સંભાળ ન રાખતો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ સ્વામિનારાયણ મંદિર નજીક આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશિપ ડી-વિંગમાં છઠ્ઠા માળે બ્લોક નં.604માં રહેતાં રિક્ષાચાલક જયેન્દ્રભાઈ બચુભાઇ ધકાણ(ઉ.વ.60) નામના સોની વૃદ્ધ વહેલી સવારે સવા સાતેક વાગ્યા આસપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં

અને ફરજ પર હાજર અધિકારીને જણાવ્યું હતું કે, “મેં મારા પત્ની મંજુલાબેનને ગળાટૂંપો આપી હત્યા કરી નાંખી છે!’ આ સાંભળી થોડા સમય માટે તો પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતાં. વૃદ્ધને ત્યાં જ બેસાડી રાખી બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ. રાણેને જાણ કરતાં પોલીસ સ્ટાફ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસની પૂછપરછમાં વૃદ્ધે જણાવ્યું હતું કે, આજથી ચોવીસ વર્ષ પૂર્વે મેં મંજુલાબેન સગર સાથે મૈત્રીકરાર કર્યા હતાં. તેણીના અગાઉ બીલખા લગ્ન થયા હતા. તેના પહેલા પતિનું મૃત્યુ થયા બાદ અમે બંને પતિ-પત્ની તરીકે રહેતાં હતાં. હું રિક્ષા હંકારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *