ગોંડલમાં જન્માષ્ટમી નિમિતે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતા લોકમેળા માટે ઓનલાઇન ટેન્ડર પદ્ધતિ દ્વારા ટેન્ડર ભરાયા હતા. જેમાં એક આસામીએ 79.81નો ભાવ ભર્યો હતો અને તેનાથી ઉપરનો ભાવ કોઇએ ભર્યો ન હોઇ, મેદાન તેમને ફાળવી દેવાયું હતું.
આજે ટેન્ડર ખોલવાની મુદત હોય નગરપાલિકા કચેરી નાં મીટીંગ હોલમાં પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા,મેળા કમીટીનાં સદસ્યો ચંદુભાઈ ડાભી, અર્પણાબેન આચાર્ય, કૌશિકભાઈ પડાળીયા, હંસાબેન માધડ, નિલેશભાઈ કાપડીયા, અશ્વિનભાઇ પાંચાણી, ઋષિરાજસિંહ જાડેજા, આસીફભાઈ ઝકરીયાની હાજરીમાં ટેન્ડર ખોલાતા સોથી ઉચા ભાવ 79,81,000 ભરનાર ભાર્ગવભાઇ પરમારનું ટેન્ડર મંજૂર થયુ હતુ.
કુલ છ ટેન્ડર ભરાયા હતા.જે પૈકી ભાર્ગવભાઇ નો ઉચો ભાવ બોલાયો હોય સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનનું તળીયુ તેમના ફાળે ગયુ હતુ. મેળાનાં મેદાન માટે અપસેટ પ્રાઇઝ રુ.51,00,000 રખાઇ હતી. હવે મેળાનું મેદાન રુ 79,81000 માં ગયુ હોય પાલિકાને રુ.28,81,000 નો નફો થવા પામ્યો છે. મેળાનુ સંચાલન પાલિકા દ્વારા કરાશે. તેવુ કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.