મેયર અને સ્ટે.કમિટીના ચેરમેનને શહેરની સમસ્યા દેખાતી જ નથી

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની સગવડતા માટે ગત વર્ષે માર્ચ મહિનાથી મ્યુ. કમિશનરે પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ મારફત નગર સેવકો પોતાના વોર્ડ વિસ્તારની ફરિયાદો નોંધાવી શકે અને અધિકારીઓ દ્વારા થતી કામગીરી વિશે જાણકારી મેળવી શકે તે સહિતની સુવિધાઓ છે.

જોકે આ પોર્ટલ શરૂ કરાયાં પછી છેલ્લા અગિયાર મહિનામાં ભાજપના 68 કોર્પોરેટરોમાંથી 18 કોર્પોરેટરોએ આંગળીનાં ટેરવે થતી ફરિયાદ કરવાન પણ તસ્દી લીધી નથી. પ્રજાનાં પ્રશ્નો માટે વારંવાર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગજાવતા વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને મકબુલ દાઉદાણીને પણ તેમના વોર્ડ નંબર 15માં કોઈ સમસ્યા દેખાઈ નથી.

બીજીતરફ અન્ય નગરસેવકોએ આ સમયગાળામાં 1313 જેટલી ફરિયાદો નોંધાવી હતી, જેમાંથી 30 ફરિયાદી હજુપણ પેન્ડિંગ છે. આ ફરિયાદો કરવામાં મહિલા નગરસેવકો સતત આગળ રહ્યા હતા. પોતાના ઘરની સાથે કોર્પોરેટરની જવાબદારી સંભાળતા મહિલા કોર્પોરેટરોને તેમના વોર્ડ વિસ્તારની સમસ્યા વધુ નજરે પડી છે. જે 50 નગરસેવકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે, તેમાં 29 મહિલા કોર્પોરેટર અને 21 પુરૂષો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *