મેડિકલમાં પૈસાની તાકાતથી ઓછા માર્કે પ્રવેશ-ડિગ્રી મળે

વિદેશથી MBBSની ડિગ્રી મેળવેલ ઇન્ડિયાના ડોક્ટરની બુદ્ધિમતા વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલ ડોડિયા દ્વારા જે ટીકા ટિપ્પણી કરવામાં આવી તેની સામે બેલારુસ મેડિકલ સ્ટુડન્ટ પેરેન્ટ્સ એસોસિએશન તેમજ સમગ્ર સ્ટુડન્ટ ગ્રૂપ દ્વારા વિરોધ કરાયો છે. એસોસિએશને જણાવ્યું હતું કે સત્ય હકીકત એ છે કે અહી સરકારી કોલેજોમાં લિમિટેડ સીટો હોય છે લાગતા વળગતા બધાને પ્રાઇવેટ કોલેજોને વધારે માન્યતા આપી અને ખુલ્લી લૂંટનું લાઇસન્સ આપીને MBBS અને MD કે MSની ડિગ્રીને કરોડો રૂપિયાની ડિગ્રી બનાવી દેવામાં આવી છે.

કરોડો ખર્ચ કરી શકતા હોય તે ગમે તેટલા ઓછા માર્કસ સાથે પણ સરળતાથી ફકત રૂપિયાની તાકાતથી એડમિશન મેળવી ડિગ્રી મેળવી લે છે. સત્ય હકીકત એ નથી કે અહીં એડમિશન મળે છે તે બધા જ બુદ્ધિશાળી છે અને બાકીના અન્ય નબળા સ્ટુડન્ટ જ વિદેશ જાય છે.

પૂર્વ કુલપતિ કે આ પ્રકારના ટીકાકારો જો ખરેખર ડોક્ટર લેવલના બુદ્ધિધન વિશે ચિંતિત હોય તો તેમણે પહેલા અહીંની ઇન્ડિયન મેડિકલની પરીક્ષા પદ્ધતિ, એડમિશન સિસ્ટમ, પ્રાઇવેટ કોલેજોની નફાખોરી, મેડિકલ સ્ટુડન્ટના શોષણ વિશે, સ્ટાઈપેન્ડના ભ્રષ્ટાચાર વિશે વિરોધ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *