રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે લોધીકાના મેટોડા GIDC વિસ્તારમાંથી એક બોગસ તબીબની ધરપકડ કરી છે. આ તબીબ કોઈ પણ માન્ય ડિગ્રી વગર દાંતનું દવાખાનું ચલાવતો હતો.
બાતમીના આધારે પોલીસે રાજમંગલ મુરત સાહાની નામના આ નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી વિવિધ પ્રકારની દવાઓ અને દાંતના દવાખાનાના સાધનો જપ્ત કર્યા છે.
આ તબીબ કેટલા સમયથી આ વિસ્તારમાં દાંતનું દવાખાનું ચલાવતો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.