21 વર્ષીય પરિણીતાએ મેટોડા GIDC પોલીસમાં સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મેહુલ સોલંકીનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું અને મારા પતિ છેલ્લા અઢી માસથી મેટોડા GIDCમાં આવેલ એક કારખાનામાં કામ કરીએ છીએ. ગઇ તા.7ના રોજ બપોરે 2.30 વાગ્યા આસપાસ મારા પતિને અમારા સુપરવાઇઝર મેહુલભાઇએ અમારા સાહેબના ઘરે કામ અર્થે રાજકોટ મોકલ્યા હતા. ત્યારબાદ બપોરના 3 વાગ્યે મારા સુપરવાઇઝર મેહુલભાઈ નીચે આવી અને મને કહ્યું કે, ઉપર સીડી પાસે કામ છે ત્યાં આવજે.
જેથી હું ત્યા સીડી પાસે ગઈ ત્યારે મેહુલ એકલો હતો અને મને કહ્યું કે, તુ મને ખૂબ ગમે છે અને તુ મારી સાથે સંબંધ રાખ કહી મારો હાથ પકડ્યો હતો. જ્યાંથી નીકળી બાદમાં રાત્રે પતિ ઘરે આવતા બનાવની જાણ પતિ તેમજ સાસુ તથા નણંદને કરી હતી. સમગ્ર મામલે પરિણીતાએ ફરિયાદ આપતાં પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે કારના ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી વિશ્વજીતભાઇ વેગડાના પત્ની મનિષાબેન (ઉ.વ.31) તેમના પુત્ર દેવર્ષ (ઉ.વ.6) સાળા વિશાલભાઇ સોલંકી અને સાળાના પત્ની તેજલબેન સોલંકી ગઇકાલે રાત્રે 11.30 વાગ્યા આસપાસ કોટડાસાંગાણી તરફથી રાજકોટ આવતા હતા. તે સમયે નારણકા ચોકડી પાસે બેફામ સ્પીડમાં આવેલી ઇનોવા કારે હડફેટે લેતા બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ઇનોવા કારનો ચાલક ઇનોવા મૂકીને ભાગી ગયો હતો.
ઇજાગ્રસ્તોને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. પોલીસે GJ.03.DG.3239 નંબરની ઇનોવા કારના ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.