શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પાસેની રાજારામ સોસાયટીમાં અને મેટોડામાં પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હર્ષદભાઇ મગનભાઇ ઘાટલિયા (ઉ.42) મેટોડામાં સિટી બસ પાસે હતા ત્યારે મેટોડામાં રહેતા સોયબે ધસી આવી છરી વડે હુમલો કરતા તેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસની તપાસમાં હર્ષદભાઇ ગઇકાલે ઈદના દિવસે મેટોડા ગેટ-2 પાસે હતા ત્યારે મેટોડામાં રહેતા સાયેબે ફોન કરી ક્યાં છો તેમ પૂછતા હર્ષદભાઇએ ગેટ-2 પાસે હોવાનું જણાવતા સોયબ સહિતના શખ્સોએ રિક્ષામાં આવી હુમલો કરી નાસી ગયા હોવાનું તેમજ તે કંપનીમાં અલગ-અલગ મજૂરો રાખવાનું કામ કરતા હોય અને મારી સાથે સોયબની બહેન પણ કામ કરતી હોય અને દોઢેક માસથી કંપનીએ તેની બહેનને છૂટી કરી દેતા તેને મને ફોન કર્યા હતા, પરંતુ મેં ફોન રિસીવ ન કરતા તેને મેં નોકરીમાંથી કઢાવી હોવાની શંકા કરી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.