ICCએ બાર્બાડોસમાં 2023-24 બિમ10 ટુર્નામેન્ટ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનને કારણે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર જૈવોન સર્લ્સ, ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના માલિક ચિત્રરંજન રાઠોડ અને ટીમના અધિકારી ટ્રેવન ગ્રિફિથને પણ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સસ્પેન્ડ કર્યા છે.
સર્લ્સ પર ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ ચાર આરોપો લગાવવામાં આવ્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો અને 2018માં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ રમ્યો છે.
ICCએ જણાવ્યું કે ત્રણેયને 11 માર્ચ 2026 થી 14 દિવસની અંદર આ આરોપો પર જવાબ આપવો પડશે. આ મામલો 2023-24ના બીમ 10 ટુર્નામેન્ટ સાથે સંબંધિત તપાસનો એક ભાગ છે. આમાં અમેરિકાના બેટર એરોન જોન્સ પર પણ પાંચ આરોપો લગાવવામાં આવ્યા છે.