મૃગીકુંડમાં સાધુઓના સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ. કહેવાય છે કે, મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ અહીં સાધુ સ્વરૂપે હાજરી આપે છે.મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભવનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબો જોવા મળ્યા હતા. રવેડીમાં સાધુઓના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ભવનાથના પાંચ દિવસીય મેળાની 25 લાખથી વધુ ભાવિકોએ મોજ માણી હતી.

મહાશિવરાત્રિની રાત્રે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા રવેડીના રૂટ પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *