મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષાગેંગ પકડાઇ

શહેરમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગના બે મહિલાઓ સહિત ત્રણ શખ્સને પોલીસે કાલાવડ રોડ પરથી ઝડપી લઇ તેની પાસેથી ચોરીની રોકડ તેમજ રિક્ષા કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે. સપ્તાહ પૂર્વે મેટોડામાં ચોકીદારી કરતા પ્રૌઢના ખિસ્સામાંથી પગારના 24 હજાર રૂપિયાની ચોરી કરી હોવાનું તેમજ મુસાફરોના ખિસ્સા હળવા કરવામાં વધુ એક નામ બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

મવડી નજીક શ્યામલ ઉપવન પાસે ઇસ્કોન એમબીટો એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કંપનીમાં ચોકીદારી કરતાં અતુલભાઇ ભાણજીભાઇ સંતોકીએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં તા.27ના રોજ મેટોડાથી ઘેર જવા માટે રિક્ષામાં નીકળ્યા હતા અને કાલાવડ રોડ પર ઉતારી દઇને રિક્ષાચાલક નાસી ગયા બાદ તેના ખિસ્સામાંથી 24 હજારની રોકડ ગાયબ હોવાની જાણ થયાનું જણાવ્યું હતું. બનાવમાં અેલસીબી ઝોન-2ના પીએસઆઇ ઝાલા સહિતે માહિતીને આધારે કાલાવડ રોડ પર વોચ રાખી શંકાસ્પદ હાલતમાં રિક્ષામાં નીકળેલી બે મહિલા સહિતની ત્રિપુટીની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *