ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટનાં જામકંડોરણા તાલુકા ખાતે યોજાનારી સહકારી સંઘની સાધારણ સભામાં વિશેષ ઉપસ્થિત રહેવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારી મહેક જૈન સહિતનાઓએ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપ્યા હતા. ત્યાંથી મુખ્યમંત્રી મોટર માર્ગે જામકંડોરણા જવા રવાના થયા હતા.