મુકબધીર સગીરાને બગીચામાં બોલાવી અડપલા કર્યા

રાજકોટ શહેરમાં રહેતી મુકબધીર સગીરાને બગીચામાં લઇ જઇ પાડોશી સગીરાએ અને તેના યુવક મિત્રએ મળી સગીરાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂ.7.70 લાખ બળજબરીથી કઢાવી લીધા હતાં. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવક અને સગીરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં આરોપી યુવક અને તેની મિત્ર સગીરાએ ભોગબનનાર સગીરાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી, જેના પગલે ડરી ગયેલી સગીરાની માતાએ પૂછપરછ કરતા હક્કીત જણાવી હતી. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી બંન્નેને સંકજામાં લઇ રૂપિયા રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.

માતાએ 7.70 લાખ રૂપિયા સેટીમાં રાખ્યા હતા રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા 31 વર્ષીય મહિલાએ પાડોશમાં રહેતી સગીરા અને તેના મિત્ર રૂત્વીક સામે પોક્સો અને બળજબરીથી પૈસા પડાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની દીકરી છે, જે બોલી કે સાંભળી શકતી નથી. ગત 4 ડિસેમ્બરથી 3 દિવસ સુધી તેમના મોટા દીકરા અને જેઠની દીકરીના લગ્ન હતા. જે લગ્નના ખર્ચ માટે જેઠના દીકરાએ તેમને 27 સપ્ટેમ્બર, 2025ના રોજ 7.70 લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈસા તેમણે ઘરની સેટીમાં મુક્યા હતા, ત્યારે મુકબધીર દીકરી ઘરમાં હાજર હતી.

ત્યારબાદ ગત 1 ડિસેમ્બરના રોજ સાંજના સમયે જેઠના દીકરાએ પૈસા પરત માંગતા સેટીમાં જોયું તો પૈસા ગાયબ હતાં. જેથી આ મામલે ઘરના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને ઘરમાં શોધખોળ કરી છતા પૈસા મળ્યા ન હતા. લગ્નપ્રસંગ પૂરો થતા મુકબધીર દીકરીને પૂછતા તેમણે સાંકેતીક ભાષામાં જણાવ્યુ હતું કે, પાડોશમાં રહેતી સગીરા તેમજ તેનો મિત્ર રૂત્વીકની સાથે તેમના કહેવાથી ઘર પાસે આવેલા બગીચે ગઇ હતી. ત્યાં આ પડોશમાં રહેતી સગીરા ભોગબનનાર સગીરા અને રૂત્વીકનો સાથે હોય તેવો ફોટો પાડયો હતો. આ સમયે રૂત્વીકે શરીરે અડપલા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *