મુંબઈ-સ્વિટ્ઝર્લૅન્ડ ફ્લાઇટમાં 15 વર્ષીય સગીરા સાથે રેપ

મુંબઈથી સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જતી ફ્લાઇટમાં એક ભારતીય મૂળના ઉદ્યોગપતિએ 15 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી છે. કોર્ટમાં તેણે કહ્યું કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. ફ્લાઇટ દરમિયાન સગીરા તેની બાજુમાં સૂતી હતી.

ભારતીય મૂળના આરોપીને દોઢ વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી, જેના કારણે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે.

ઝુરિચના સરકારી વકીલના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દરમિયાન છોકરીએ આરોપી સાથે થોડી વાતચીત કરી અને પછી તે સૂઈ ગઈ. આ પછી, આરોપીએ છોકરીના ખભા પર હાથ મૂક્યો અને વારંવાર તેને બેડ ટચ કર્યો અને તેનું જાતીય શોષણ કર્યું.

આ ઘટનાને કારણે છોકરી આઘાતમાં સરી પડી ગઈ અને બોલી કે વિરોધ કરી શકી નહીં. બાદમાં, તેણીએ હિંમત બતાવી અને ફ્લાઇટ એટેન્ડન્ટને ફરિયાદ કરી. ફ્લાઇટ એટેન્ડન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને છોકરીને બીજી સીટ પર લઈ ગઈ. ફ્લાઇટ ઝુરિચ પહોંચતાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી.

આરોપીએ કોર્ટમાં સ્વીકાર્યું કે તે જાણતો હતો કે છોકરી સગીર છે. તેણે એ પણ કબૂલાત કરી કે છોકરીએ કોઈ સંમતિ આપી નથી. કોર્ટે તેને સગીર બાળકી પર બળાત્કાર અને જાતીય શોષણનો દોષી ઠેરવ્યો હતો. તેમ છતાં, તેને દોઢ વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી, જેનો અર્થ એ થયો કે તેને જેલમાં જવું પડશે નહીં, શરત એ છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે તો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *