મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1માં આગ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 નજીક ગુરુવારે સાંજે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

એરપોર્ટ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આગ સાંજે 6:10 વાગ્યે લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રનવે વિસ્તારમાંથી ધુમાડો નીકળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે એરપોર્ટના ગેટ બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે મુસાફરોની લાંબી કતાર લાગી ગઈ હતી. ટર્મિનલ-1ની કેટલીક ફ્લાઇટ્સ સાવચેતીના ભાગરૂપે રોકવામાં આવી હતી. અધિકારીઓએ આગને સામાન્ય ગણાવી છે. ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *