મુંબઈની સાયન હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગને મળ્યું દાન

મુંબઈની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ-સાયનના ન્યુરોસર્જરી વિભાગને મોખા-ઠાણાના માતૃશ્રી મેઘબાઈ ધરશી ભેદા પરિવાર તરફથી અત્યાધુનિક સી-આર્મ મશીન દાનમાં મળ્યું છે. દિપકભાઈ ભેદા અને ગિરિશભાઈ ભેદા દ્વારા કરાયેલું આ દાન હોસ્પિટલની ભારતીબેન સંગોઈ-એમએસડબલ્યુ વિભાગને અર્પણ કરવામાં આવ્યું છે.

ડૉ. ગીરીશભાઈ શાહના જણાવ્યા મુજબ, સી-આર્મ મશીન તબીબી ક્ષેત્રે એક ક્રાંતિકારી ટેકનોલોજી છે. આ મશીન જટિલ ન્યુરોસર્જિકલ પ્રક્રિયાઓ દરમિયાન રીયલ-ટાઈમ એક્સ-રે દ્રશ્યો પૂરા પાડે છે, જે સર્જનોને વધુ ચોકસાઈથી મિનિમલી ઈનવેસિવ સર્જરી કરવામાં મદદરૂપ થશે. આના કારણે સર્જરીના જોખમો ઘટશે અને દર્દીઓની સાજા થવાની પ્રક્રિયા ઝડપી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *