મુંજકામાં ગેમ ડિઝાઇનરના ફ્લેટમાંથી રૂ.1.69 લાખની ચોરી

મુંજકા ગામે શ્રી સિટી એપાર્ટમેન્ટમાં રહેતા રવિભાઇ દિલીપભાઇ સોલંકી તા.8-3ના રોજ તેના પરિવાર સાથે તેના ત્રણ માસના પુત્રને હોળીમાં પગે લગાડવાનો હોય જામખંભાળિયા ગામે ગયા હતા બાદમાં તા.14-3ના રોજ તેના દાદા રાણાભાઇનું અવસાન થતા ત્યાં રોકાયા હતા. દરમિયાન તા.17-3ના રોજ તેને રાજકોટ કામ હોય આવ્યા હતા.

દરમિયાન ફ્લેટના દરવાજાનો લોક ખુલ્લો હોય તેની પત્નીને ફોન કરી વાત કરતા ભૂલથી ખુલ્લો રહી ગયાની વાત કરી હતી. બાદમાં સવારે ફ્લેટમાં લોક મારી જામખંભાળિયા ખાતે ગયા હતા ત્યાર બાદ તા.24-3ના રોજ મારા પરિવાર સાથે ઘેર આવતા ફ્લેટનો લોક ખુલ્લો હોય જેથી શંકા જતા તેને પાડોશી સાથે વાત કરી હતી જેથી તેને આ બાબતે કોઇ જાણ ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઘેર તપાસ કરતા કબાટનો દરવાજો ખોલીને જોતા તેમાંથી દાગીના ગાયબ હોય વધુ તપાસ કરતા કુલ રૂ.1.69 લાખના દાગીના સહિતની ચોરી થયાનું બહાર આવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *