મિલ્ક ફેડરેશનના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન કરાયું

રાજકોટ ડેરી નિવૃત્ત કર્મચારીઓના એસોસિએશન દ્વારા ગોરધનભાઈ ધામેલિયાની ફેડરેશનમાં વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતાં તેમના સન્માનનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત ઈપીએસ 95 યોજના અન્વયે 70થી વધુ નિવૃત્ત કર્મચારીઓને હાયર પેન્શનનો લાભ મળતાં સ્નેહમિલન કાર્યક્રમ નિવૃત્ત કર્મચારીઓના પરિવારોની વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

ગોરધનભાઈ ધામેલિયાએ જણાવ્યું કે, ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્રનો ડેરી વિકાસ ઓછો છે. ત્યારે સાૈરાષ્ટ્રમાં સહકારી ડેરી ઉદ્યોગનો વિકાસ નોંધપાત્ર થાય તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અને તેના ઝડપથી અમલીકરણ કરીને સહકારની ભાવનાથી રાજકોટની રિજિયોનલ કમિશનર કચેરી, કર્મચારી ભવિષ્યનિધિના તમામ કર્મચારી ભાઈઓ/બહેનોએ ખૂબ સહકાર આપીને રાજકોટ ડેરીના 70થી વધુ કર્મચારીઓનું હાયર પેન્શનની કાર્યવાહી પૂર્ણ કરીને જુલાઈ 2025માં હાયર પેન્શન ચૂકવવા માટે કચેરીના કમિશનર સમીરકુમાર અને તેમની ટીમનું શાલ અર્પણ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *