મિલપરામાં 100 વર્ષના વૃદ્ધાનું પહેલા માળેથી પડી જતાં મોત

શહેરના મિલપરામાં શેરી નં.13માં રહેતા 100 વર્ષના વયોવૃદ્ધાનું પહેલા માળની અગાસી પરથી પડી જતા તેને ઇજા થતા મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ મિલપરા શેરી નં.13માં રહેતા કંકુબેન મનજીભાઇ મંજુરાસ(ઉં.વ.100)નું ગુરુવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળે અગાસી પરથી પડી જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

વૃદ્ધાને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એમ. મકવાણા સહિતના સટાફે તપાસ હાથ ધરી હતી.

મૃતક કંકુબેનને ચાર પુત્ર અને ચાર પુત્રી છે. વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *