માસિક 1 લાખનો પગારદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટ CGSTના વર્ગ-2ના અધિકારી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવ 5,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ફરિયાદીએ તેમના ભાગીદાર સાથે BIXPORT એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ખોલી હતી. જે કંપનીના વેરિફિકેશન માટે ફાઇનલ રિપોર્ટ આપવા માટે અધિકારીએ લાંચની માંગણી કરી હતી.

જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBને જાણ કરી હતી. જે દરમિયાન આજે અધિકારી રેસકોસ ગ્રાઉન્ડમાં 5,000ની લાંચ સ્વીકારતા હતા ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રેડ પાડી અધિકારીને ઝડપી પાડ્યા હતા. મહિને 80 હજારથી એક લાખ સુધીનો પગાર ધરાવતા ઇન્સ્પેક્ટર મામૂલી રકમની લાંચ માંગતા ઝડપાઈ જતા આ મામલો રાજકોટમાં ચર્ચાસ્પદ બન્યો છે.

ફાઇનલ રિપોર્ટ આપવા માટે 5000ની લાંચની માગણી કરી મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા ફરિયાદીએ તેમના ભાગીદાર સાથે BIXPORT એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ખોલી હતી. જે કંપનીના વેરિફિકેશન માટે CGSTના વર્ગ-2ના અધિકારી કંપનીના સરનામા પર ગયા હતા. જે અંગે ફાઇનલ રિપોર્ટ આપવા માટે ગત 8 ફેબ્રુઆરીના અધિકારીએ 5000ની લાંચની માગણી કરી હતી. જે રકમ આજે 9 ફેબ્રુઆરીના આપવા માટેનું કહ્યું હતું.

ACBની ટીમે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો જોકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. જેથી ACBના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જે. ડી. મેવાડાની આગેવાનીમાં પીઆઇ આર. આર. સોલંકીએ છટકું ગોઠવ્યું હતુ. આજે 9 ફેબ્રુઆરીના રેસકોર્સ મેદાનમાં આરોપી અધિકારી ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા હતા ત્યારે પોલીસે રેડ પડી તેને ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *