માવતરે આવેલી રાણાવાવની મહિલાનું વીજશોક લાગતાં મૃત્યુ

રાજકોટના રતનપર ગામે માવતરના ઘેર આવેલા રાણાવાવની મહિલાનું વીજશોકથી મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

પોરબંદરના રાણાવાવ ગામે રહેતા નિકિતાબેન ચિંતનભાઇ ઠક્કર (ઉ.28) રાજકોટના રતનપર ગામે વિનાયક સોસાયટીમાં માવતરના ઘેર હતા ત્યારે ઇલેક્ટ્રિક પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજકરંટ લાગતાં તેને બેભાન હાલતમા઼ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના જમાદાર પી.આર. મકવાણા સહિતે તપાસ કરતાં મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *