માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવક, હરાજીમાં 1256ના ભાવ બોલાયા

કૃષિ શિયાળુ સીઝન શરૂ થઈ જ ગઈ છે અને એક પછી એક જણસીઓની નવી આવકો થવા લાગી છે. રાજકોટ માર્કેટયાર્ડ ખાતે આજે નવા ચણા ઠલવાયા હતા. જેમાં સણોસરાના હેમંત હંસરાજભાઈ નામના ખેડુતના 12 ગુણી ચણા વેચાણમાં આવ્યા હતા. હરાજીમાં રૂપિયા 1256ના ભાવ બોલાયા હતા. નવી સીઝન પુર્વે યાર્ડમાં જુના ચણાની આવક ઓછી થઈ ગઈ છે. આજે 190 કવીંટલની આવકે 1050થી 1282માં વેપાર થયા હતા.

નવા ચણાના ભાવ પણ વર્તમાન ભાવની નજીક રહ્યાનું વેપારીઓએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસોથી ચણામાં મંદીનો માહોલ રહ્યો છે. ભાવ ઉંચી સપાટીથી કિલોએ અંદાજીત 10 રૂપિયા ઘટી ગયા છે. નવી સીઝનમાં પણ ચણાનું ઉત્પાદન ચિકકાર થવાનો અંદાજ છે ત્યારે ભાવ નીચા જ રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *