રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા મરચાની પ્રથમ આવક થઇ હતી. યાર્ડના વેપારી સુત્રોએ કહ્યું કે, સુકા મરચા સિઝનમાં પ્રથમ વખત ઠલવાયા હતા. ચૂડાના ખેડૂત સાત ભારી લાવ્યા હતા. 3151ના ભાવે તેનું વેચાણ થયું હતું. વેપારીઓએ હારતોરા કરીને નવા માલને વધાવ્યો હતો. બીજી તરફ હવે કોઇ ભારે વરસાદની શક્યતા ન હોવાથી અને નવરાત્રિના પવિત્ર દિવસો શરૂ થઇ જવા સાથે મગફળી, કપાસ, સોયાબીન સહિતની ખરીફ ચીજોની આવકોમાં વધારો થવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આજે યાર્ડમાં 6000 ગુણી મગફળીની આવક હતી. ભાવ 930થી 1410ના હતા. કપાસમાં 2200 ક્વીંટલની આવક થઇ હતી.