માર્કેટયાર્ડ પાસે શાકભાજી લેવા જતા મહિલાને શખ્સે છરી ઝીંકી

શહેરમાં માર્કેટિંગ યાર્ડ અને ચુનારાવાડની મહિલાઓ પર છરી વડે હુમલા થયાના બનાવો બન્યા છે. માર્કેટિંગ યાર્ડ પાસે વહેલી સવારે શાકભાજી લેવા નીકળેલા મહિલાને અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી નાસી જતા પોલીસે હુમલાખોર કોણ સહિતના રહસ્ય અંગે તપાસ હાથ ધરી હતી.

જૂના માર્કેટિંગ પાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતા અને શાકભાજી વેચવાનો ધંધો કરતા રેખાબેન કાળુભાઇ મકવાણા નામની મહિલા વહેલી સવારે શાકભાજી લેવા માર્કેટિંગ યાર્ડમાં જતા હતા ત્યારે અજાણ્યા શખ્સએ ધસી આવી ગળા પર છરીનો ઘા ઝીંકી નાસી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.એન. કલોત્રા સહિતે તપાસ કરતા મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે, હુમલાખોર અજાણ્યો હોવાનું અને અમારે કોઇ સાથે માથાકૂટ ન હોવાનું જણાવતા હુમલાખોર કોણ તે સહિતની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *