જંગલેશ્વર વિસ્તારના ભવાની ચોક નજીક રહેતી 27 વર્ષીય પરિણીતાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માજેઠીનગરમાં રહેતા ફારૂક ઉર્ફે જમાલ સલીમ મેણનું નામ આપતાં જણાવ્યું હતું કે, આશરે 5 વર્ષ પહેલા તેણી તેના પતિ સાથે દૂધ સાગર રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી હતી. ત્યારે સામેની સાઈડમાં રહેતા ફારૂક ઉર્ફે જમાલ સાથે તેણીને પ્રેમ સબંધ થઇ ગયેલ હોય અને બન્ને ઘણી વખત ભેગા પણ થતા હતા. ત્યારબાદ ફારૂક ઉર્ફે જમાલ રાજકોટ જેલમા ગયેલ હતો. ત્યારબાદ તેણી પતિ સાથે તેણીના પિતા યુનુસભાઈના મકાનમા કે જે જંગલેશ્વરમાં આવેલ છે ત્યા રહેવા માટે આવતા રહેલ હતા.
ફારૂક જેલમાથી છુટી ગયેલ અને 15 દીવસ પહેલા બપોરના આશરે 2 વાગ્યે તેણીના ઘરે આવેલ હતો અને તેઓની સાથે ઝઘડો કરેલ હતો. ત્યારબાદ સાંજના 6 વાગ્યે તેના ઘરે આવી કહેલ કે, મારે હજુ તારી સાથે સબંધ રાખવો છે. જેથી તેણીએ ના પાડતા ફારૂક એકદમ ઉશ્કેરાઈ ગયેલ હતો અને લાફા મારી લીધેલ હતા. બાદમાં જો તુ મારી સાથે સબંધ નહીં રાખ તો હુ તને જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહેલ હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસની ટીમે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.