મારવાડી યુનિવર્સિટીમાં બિહારના વિદ્યાર્થીઓએ છઠ્ઠ પૂજા ઉજવી

મારવાડી યુનિવર્સિટીના બિહાર રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે છઠ્ઠ પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડી, સવીથા મારવાડી મેડમ, ટ્રસ્ટી અમીષભાઈ ચંદારાણા અને ધ્રુવ મારવાડી પણ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ઋષભ શેઠ (શેઠ બિલ્ડર્સ, રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

NCC વિદ્યાર્થીઓએ યુનિફોર્મમાં રેડ કાર્પેટ પર મુખ્ય અતિથિ અને અન્ય અતિથિઓનું સ્વાગત કર્યું હતું, જેણે પ્રસંગને વધુ ગૌરવમય અને શિસ્તબદ્ધ બનાવ્યો હતો. મુખ્ય અતિથિ બ્રજેશ કુમાર ઝાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *