‘માયાભાઈ ચોર છે…માયાભાઈ ચોર છે…’

બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે ન્યાય મળ્યા બાદ આજે ભાવનગરના અક્ષરપાર્ક ખાતે કોળી સમાજ દ્વારા ભવ્ય ‘ન્યાય સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ‘જય કોળી સમાજ’ના નાદ સાથે વક્તવ્ય શરૂ કરતાં નવનીત બાલધિયાએ ભાવુક અવાજે જણાવ્યું, “હું કોળીનો દીકરો છું અને કોળીના દીકરાને માર મારવા માટે ભાડે માણસો લાવવા પડે છે.” તેમણે સભામાં હાજર કોળી સમાજના આગેવાનો અને સમાજની સીટને માન આપતાં કહ્યું કે, “મારી જેમ અન્ય પીડિતો પણ છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ.”

મારી કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરાવી આ અંગે ન્યાયસભામાં રાજુલાના જીતુભાઈ ધાપડા જણાવ્યું હતું કે અંબરીશભાઈ અને માયાભાઈએ મારી કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરાવેલી છે. જેની પૂરી તપાસ થાય તો લેન્ડ ગ્રેબિંગ કેસ લાગે. 2007માં અમારી જમીનના આધાર પુરાવા નાશ કર્યા છે અને 2007થી જમીનનો કબજો મારી પાસે છે. બીજા દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અંબરીશભાઈ ડેર 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઇના છોકરા ભરતભાઈ, માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *