માતા-પિતાએ સંતાનોનું એવું ઘડતર કરવું જોઇએ કે તે જિંદગીની પરીક્ષામાં ક્યારેય હતાશા ના પામે: મુકેશ ખન્ના

રવિવારે પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરના અંતિમ દિવસે ફિલ્મ અભિનેતા મુકેશ ખન્નાએ વાલીઓને અનુરોધ કર્યો હતો કે, દીકરા-દીકરી વચ્ચે ભેદ ન રાખતા. તેઓને ઘરના દરેક કામ સોંપો. તે ભલે શાળાની પરીક્ષામાં નંબરમાં પાછળ રહી જાય પરંતુ તેનું એવું ઘડતર કરો કે, જિંદગીની પરીક્ષામાં ક્યારેય હતાશા ન પામે. અહીં જે શીખવવામાં આવે છે તેને પ્રમાણિકતાથી આચરણમાં લાવજો કે તમારી શાળા અને ગામમાં સહુ તમને આર્દશ માને.

ઈસરોના અધ્યક્ષ ડો. એસ.સોમનાથે ઈસરોની વૈજ્ઞાનિક સ્તરની ઉપલબ્ધિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જ્યારે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે, સ્વયંથી શીખવાની અને સ્વંયને પારખવાની ક્ષમતા પામશો તે તમારા વ્યક્તિત્વમાં નિખાર લવાશે. સમૂહથી અલગ હોય, પરંતુ તમને જે સત્ય લાગતું હોયે તે કરવાનું આત્મબળ પેદા કરે છે. નીડર રહો. પ્રત્યેક નાગરિક પ્રત્યેક સમયે અને પ્રત્યેક સ્થળે જવાબદાર છે. અધિકારની માંગ કરતાં પહેલાં કર્તવ્ય પાલન કરવાની આદત પાડો. જે વિચાર કે વ્યવહાર તમને અનુકૂળ ન લાગે તે બીજા સાથે કદાપી ન કરો. પ્રમાણિકતા, પરિશ્રમશીલતાને તમારી જીવનશૈલી બનાવો. તમે ખુદનું સન્માન જાળવો તો જ સંસાર તમારું સન્માન જાળવશે.

લોકો તેમને સાંભાળવા, સન્માનિત કરવા ઉત્સુક રહે છે. તમારા જીવનને શારીરિક હૃદય અને હૃદયથી આત્મિક સ્વરૂપમાં રૂપાંતર કરવા પ્રયત્નશીલ રહો. શિબિરમાં તાલીમાર્થીઓને વિવિધ ક્ષેત્રની તાલીમ આપવામાં આવી હતી. દેશભરમાંથી 15 હજારથી વધુ તાલીમાર્થીઓએ આ શિબિરનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *