માએ છૂટાછેડા લઈ બોયફ્રેન્ડ બનાવ્યો, ગર્ભ રહી જતાં લગ્ન કર્યાં

બોલિવૂડ ફિલ્મ મેકર મીરા નાયરના દીકરા ઝોહરાન મામદાનીએ ન્યૂયોર્કના સૌથી યુવા અને પહેલા ભારતીય મૂળના મેયર બનીને ઇતિહાસ રચ્યો છે. તેમની રાજનૈતિક કારકિર્દી જેટલી રસપ્રદ રહી છે, તેટલી જ તેમની ફેમિલીની કહાની ફિલ્મી છે. જ્યારે ઝોહરાન ગર્ભમાં હતા, ત્યારે મીરા નાયર મહમૂદ મામદાની સાથે લગ્ન કરવાથી ડરી રહ્યા હતાં. મહમૂદ મામદાનીએ તેમને કેવી રીતે લગ્ન માટે સંમત કર્યાં તેની રસપ્રદ વાત વિશે વિસ્તારથી જાણીએ.

મૂળ ગુજરાતના અને અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના મેયર પદના ઉમેદવાર ઝોહરાન મામદાની ચૂંટણી જીતીને ન્યૂયોર્કના મેયર બની ગયા છે. તેમના માતા મીરા નાયર ફિલ્મમેકર છે, જ્યારે તેમના પિતા મહમૂદ મામદાની ભારતીય મૂળના આફ્રિકન લેખક છે. મીરા નાયરે મહમૂદ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. જ્યારે બંનેએ લગ્ન કર્યાં, ત્યારે ઝોહરાન મામદાની તેમના ગર્ભમાં હતા.

સલામ બોમ્બે’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘ધ નેમસેક’ જેવી ફિલ્મોથી પોતાની અલગ ઓળખ ઊભી કરનારા મીરા નાયરે પોતાના ફોટોગ્રાફી ટીચર મિશેલ એપ્સ્ટીન સાથે લગ્ન કર્યાં હતાં. મીરા 1976માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયાં, ત્યારે તેમની મુલાકાત મિશેલ સાથે થઈ હતી. તે સમયે મિશેલ 25 વર્ષના હતા. મીરાને ફોટોગ્રાફી પસંદ નહોતી પરંતુ તેમણે મિશેલ સાથે તાત્કાલિક એક અલગ જોડાણ અનુભવ્યું. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંનેએ લગ્ન કરી લીધાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *