માંડા ડુંગર પાસે બામણબોરના સામાજિક આગેવાન પર લોખંડના સળિયાથી હુમલો

રાજકોટના બામણબોરના સામાજિક આગેવાન આધેડને માંડા ડુંગર પાસે આંતરી નામચીન શખ્સે લોખંડના સળિયા વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજીડેમ પોલીસે તપાસ કરતા અગાઉ બામણબોરમાં ડિગ્રી વગરના ડોકટર પાસે પ્રતીક સહિતના શખ્સો પ્રેસના નામે તોડ કરવા આવ્યા હતા જેની આગેવાન આધેડએ પોલીસને જાણ કરી હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે ગુનો નોંધવા અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બામણબોર રહેતા બાબુભાઇ રવજીભાઇ ડાભી (ઉ.વ.49) કાળીપાટ જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન માંડા ડુંગર પાસે એક્ટિવામાં ધસી આવેલા પ્રતીક ચંદારાણાએ તેને આંતરી લોખંડના સળિયા વડે હુમલો કરતા દેકારો થતા લોકો એકઠા થઇ અને ગંભીર રીતે ઘવાયેલા બાબુભાઇને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ ચુડાસમા સહિતે તપાસ હાથ ધરી હતી.

પોલીસની પૂછતાછમાં બાબુભાઇએ જણાવ્યું હતું કે, તેના ગામમાં બે મહિના બાદ અમારા ગામમાં સમૂહલગ્ન અને લોકડાયરાનું આયોજન હોય જેની કંકોતરી આપવા કાળીપાટ ગામે તેની કાર લઇને જતા હતા અને માડા ડુંગર પાસે પોસ્ટર ચીપકાવી નીકળતા પ્રતીકએ રસ્તામાં આંતરી હુમલો કર્યાે હોવાનું તેમજ અગાઉ બે માસ પહેલા રાજુભાઇ નામના શખ્સે ડિગ્રી વગર દવાખાનું ચાલુ કર્યું હતું જેથી મેં જાગૃત નાગરિક તરીકે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે તેને પોલીસ મથકે લઇ ગઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *