મહેસાણા શાકમાર્કેટમાં ટામેટાની આવક 20 ટનથી ઘટી 8 ટન થઇ

દિવાળી પછી શિયાળામાં કડી, કલોલ, ઇડર સહિત ઉત્તર ગુજરાતમાં ટામેટાના મબલખ પાકના કારણે ખેડૂતોને તળિયાના રૂ. 20થી 30ના ભાવે કિલો ટામેટા વેચવાની ફરજ પડી હતી. જોકે, હાલ આ સ્થાનિક ટામેટાની સિઝન નથી અને માવઠામાં રહ્યો સહ્યો પાક પણ બગાડી ગયો હતો. આવામાં નાસિક, બેંગ્લુરુ અને મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક પણ ઘટી છે. જેની સીધી અસર ભાવમાં દેખાઇ રહી છે. મહેસાણા હોલસેલ શાકમાર્કેટમાં રોજ થતી 20 ટન ટામેટાની આવક હાલ ઘટીને 8 ટન થઇ ગઇ છે. એટલે ટામેટાની ઓછી આવકના કારણે ભાવ પ્રતિ કિલો રૂ.100 સુધી ઊંચકાયા હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે.

ટામેટાની ઓછી આવકના કારણે ભાવ ઊંચકાયા
મહેસાણામાં મોટાભાગે મેથી ઓક્ટોબરમાં ટામેટા નાસિક, મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી વાયા અમદાવાદ થઇ વિવિધ હોલસેલ માર્કેટથી છુટક બજારો સુધી પહોંચે છે. સ્થાનિક ટામેટાની આવક ઓછી થતાં મહારાષ્ટ્રના ટામેટાની આવક પર માર્કેટ નિર્ભર રહે છે. મહેસાણા હોલસેલ શાકમાર્કેટના વેપારીઓનું કહેવું કે, છ મહિના સુધી કડી, કલોલ, ઇડર વિસ્તારમાંથી ટામેટા માર્કેટમાં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *