મહી યોજનાની પાઈપલાઈનની મરામત કામગીરી કરવાની હોઈ નિર્ણય લેવાયો

જસદણના આટકોટ રોડ સમ્પ હેઠળના વિસ્તારોમાં મહી પરિયોજના આધારિત પાઈપલાઈનની આગામી તા.10 થી 15 સુધી એટલે કે પાંચ દિવસ ચાલનારી મરામત કામગીરી શરૂ કરવામાં આવનાર હોઈ, આ વિસ્તારમાં એકાંતરા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી પાલિકા સુત્રોએ લોકોને જરૂર મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરી છે.

બાબરા તાલુકાના ચાવંડ હેડવર્ક્સ ખાતે નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટ અંન્વયે ચાવંડ પંમ્પીંગ સ્ટેશન ખાતે સમ્પ ઈન્ટર કનેક્શનની કામગીરી હોવાથી આગામી તા.10 થી 15 સુધી શટડાઉન હોવાથી જસદણ તાલુકાના કોટડાપીઠા હેડવર્ક્સ આધારીત સાણથલી જૂથ અને ભાડલા જૂથના તમામ ગામો તથા જસદણ નગરપાલિકાને પાણી પુરવઠો બંધ રહેશે જે રીપેરીંગ કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે જસદણમાં આટકોટ રોડ સમ્પ હેઠળના વિસ્તારોમાં આગામી તા.10 થી 15 સુધી એમ પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું છે. જસદણ નગરપાલિકા દ્વારા હાલ જે મહિ પરીયોજના માંથી 2.5 એમ.એલ.ડી. પાણી લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *