મહિલા સરપંચના પતિની ધોળા દિવસે હત્યા

બિહારના આરામાં, અપરાધીઓએ બજારની વચ્ચે મહિલા સરપંચના પતિની ગોળી મારીને હત્યા કરી નાખી. પશ્ચિમ ગુંડી પંચાયતના પ્રમુખ અમરાવતી દેવીના પતિ મુન્ના યાદવનો ગુનેગારોએ પીછો કરીને હત્યા કરી.

ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મુન્ના યાદવ બાઇક પર જતો જોવા મળે છે. ત્યાં બે ગુનેગારો હાથમાં હથિયાર લઈને દોડતા તેમનો પીછો કરે છે.

ગુનેગારોના ગોળીબારના કારણે મુન્ના યાદવ તેમની બુલેટ સાથે રોડ પર પડી જાય છે. તે પડ્યા તેની સાથે જ એક અપરાધી તેમને માથામાં ગોળી મારી દે છે. પછી પાછળથી આવેલા અન્ય એક અપરાધીએ માથામાં ગોળી મારી હતી. મુન્ના યાદવને 4 ગોળી વાગી હતી. ગોળી મારીને તેઓ ફરાર થઈ ગયા હતા.

અહીં હત્યાના આરોપીના ઘર પર ટોળાએ હુમલો કર્યો છે. આરોપીઓના ઘરમાં ઘુસીને તોડફોડ કરી હતી. ઘરોમાંથી સામાન બહાર કાઢી આગ લગાડવામાં આવી હતી. લોકો SPને બોલાવવાની માગ કરી રહ્યા છે.

બીજી તરફ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આરા-સરૈયા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો છે. સ્થાનિક ગ્રામજનો ગુનેગારોની ધરપકડ કરવાની અને ભોજપુર એસપીને ઘટનાસ્થળે બોલાવવાની માગ કરી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ મુફસિલ પોલીસ સ્ટેશનના પ્રમુખ સંજય કુમાર સિંહ, ડીઆઈયુ ઈન્સ્પેક્ટર શંભુ કુમાર ભગત, બાધરા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જયંત પ્રકાશ, કૃષ્ણગઢ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિવેક કુમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *