મહિલા મિત્રે પૈસા પરત ન આપતા સાડીની વેપારીએ ફરિયાદ નોંધાવી

શહેરના કોઠારિયા રોડ કૈલાસપાર્ક-3માં રહેતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉં.વ.57) દ્વારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 150 ફૂટ રિંગ રોડ અરાઈઝ-2માં રહેતી પ્રીતિ બીપીનભાઈ કારેલીયાનું નામ આપ્યું હતું.

જયાબેન સાડીનો વેપાર કરે છે. સાડીનો જ વેપાર કરતી પ્રીતિને તેણી 20 વર્ષથી ઓળખે છે. આ પ્રીતિ અવારનવાર તેની પાસેથી હાથ ઉછીના પૈસા લઇ જતી હોય જેથી વર્ષ 2019માં તેના હસ્તક હંકારવા આપેલી તેની જ શેરીમાં રહેતા ભીમજીભાઈ રાઠોડની કારનું અકસ્માત થતા પ્રીતિ તેની પાસેથી 1.10 લાખ હાથ ઉછીના લેવા આવી હોય પૈસાની સગવડતા ન હોય તેથી પોતે પોતાના દાગીના મુથુટમાં મૂકી તેણીને 1.10 લાખ ઉછીના આપ્યા હતા.

એક વર્ષ પછી તેણીને ઘરેણા છોડાવવા રૂપિયાની માંગણી કરતા તેણીએ સગવડતા ન હોવાનું કહેતા લોન રીન્યુ કરાવી હતી. અંતે મુથુટ ફાઈનાન્સમાં તેના ઘરેણાની હરાજી થઇ જતા તેણીને ફરી પૈસાની જરૂર પડતાં તે રૂ.3.05 લાખ હાથ ઉછીના લઇ ગઈ હતી.

આ ઉપરાંત પ્રસંગમાં ઘરેણા પહેરી જવાનું કહી ઘરેણા પરત ન આપી તથા કરિયાણા અને અલગ અલગ બહાના કાઢી કુલ રૂ.6.31 લાખ પડાવી જઈ ઠગાઈ આચરતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *