રાજકોટનાં સાંગણવા ચોક નજીક મહિલા ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં કબા ગાંધીના ડેલા નજીક રહેતા 53 વર્ષીય વર્ષાબેન ગોંડલીયા સાંગણવા ચોક નિમૉણ કોમ્પલેક્ષ નિલદિપ હોટલની સામેનાં રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે તેના સગાભાઈ અરુણ ગોંડલીયા આવી પહોંચ્યા હતા. અને બોલાચાલી કરી ઝઘડો કરી અહી આગળ રોડ ઉપરથી પંખા રિપેરિંગની દુકાનમાં જઈને મોટું ડીસમીસ લઇ આવ્યા હતા. બાદમાં વર્ષાબેનને ડાબા હાથનાં કાંડામાં તથા ખભાના ભાગે ઉઘુ ડીસમીસ મારી તથા પગથી પાટુ મારી મુંઢમાર માર્યો હતો. 24 જુનની રાત્રે 9 વાગ્યા આસપાસ બનેલી આ ઘટના અંગે વર્ષાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.